રેલવે બજેટ આમઆદમી તરફી હશે : મમતા બેનરજી
ગરીબ રથમાં ત્રણ નવા નોન એસી કોચ લગાવવામાં આવે તેવી સંભાવના
>>> ૨ જુલાઈ : આર્થિક સર્વેક્ષણ
>>> ૭ જુલાઈ : રેલવે બજેટ
>>> ૬ જુલાઈ : સામાન્ય બજેટ
ત્રીજી જુલાઇએ રજૂ થનારું રેલ બજેટ સરળ અને પ્રજાલક્ષી હોવાનો દાવો રેલવે મંત્રી મમતા બેનરજીએ બુધવારે જણાવ્યું છે. સર્વપક્ષીય બેઠક પછી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે પ્રજાને રેલવે બજેટથી ખૂબ જ અપેક્ષાઓ છે. જોકે, આ બજેટ તૈયાર કરવા માટે તેમને માત્ર ૧૫ દિવસનો જ સમય મળ્યો છે. રેલવેની વર્તમાન સ્થિતિને ઘ્યાનમાં લઇને બજેટ તૈયાર કરાયું છે.
રેલવે બજેટમાં મુસાફર ભાડામાં સામાન્ય ફેરફાર, પરિવહન નૂર પર પ્રેરક ભથ્થાં, સલામતી માટેના ભંડોળમાં વધારો અને માત્ર ૨૦ રૂપિયામાં ફેરિયાઓ માટે સિઝન પાસ વગેરે બાબતોને રેલવે અંદાજપત્રમાં આવરી લેવામાં આવી છે. સ્ટેશનો પર વ્યાજબી ભાવે ભોજન અને વધુ જનતા ટ્રેનો દોડાવવામાં આવે તેવી શકયતા છે.
ઉપરાંત ગરીબ રથ સહિત લગભગ ૨૫ નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે, તેમજ કદાચ ગરીબ રથનું નામ પણ બદલવામાં આવે તેવી શકયતા છે. કદાચ ગરીબ રથમાં ત્રણ નવા નોન એસી કોચ લગાવવામાં આવશે. તમામ ટ્રેનોમાંથી સાઇડ મિડલ બર્થને દૂર કરવાની પણ બજેટમાં જાહેરાત થાય તેવા નિર્દેશ છે.
મુસાફરોની સુવિધાઓ માટે સ્ટેશનોનું આધુનિકરણ, ૧૩૬ યાત્રી સૂચના સેવાનું વિસ્તરણ, ટ્રેનના સમયની સાચી માહિતી માટે સેટેલાઇટ તંત્રની સહાયતા અને તત્કાલ સેવા પર પુનર્વિચાર કરવામાં આવશે.
જયારે સુરક્ષા વધારવા માટે ભંડોળમાં વધારો, સર્વત્ર એકસૂત્રી પ્રણાલી, મુખ્ય સ્ટેશનો પર સીસીટીવી કેમેરા, લગેજ સ્ક્રીનિંગ, બોંબ ડિટેકિટવ એન્ડ ડિસ્પોઝલ સિસ્ટમ અને રેલવે સ...
|
|
More on Entertainment:
ગામ આખાનો વહીવટ માથે લઇ ફરતા ભાજપની જ ઓફિસ નથી
DVSUR20059 | 2/9/2010 12:00:00 AM | Author : Virang Bhatt, Surat
ચીનમાંથી સુરતના એક હીરા વેપારીએ ધંધો સમેટી લીધો
DVSUR20068 | 2/9/2010 12:00:00 AM | Author : Bhaskar News, Surat
પ્રસાદના લાડુ કડવી સચ્ચાઇ
DVAHM55753 | 2/9/2010 12:00:00 AM | Author : Suketu Shah, Ahmedabad
દીકરીની ટકોરે LLBમાં નવ ગોલ્ડમેડલ અપાવ્યા
DVAHM55756 | 2/9/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad




