પ્રસાદના લાડુ કડવી સચ્ચાઇ
શ્રદ્ધાળુઓ, શું તમે જાણો છો? ભદ્ર વિસ્તારના સિદ્ધિ વિનાયક મંદિરની બહાર દર મંગળવારે ૧,૪૦૦ કિલો સુધી લાડુ વેચાય છે
ખાંડના ભાવ ૪૫ રૂપિયા કિલોથી વધારે છે અને દેશી ઘી ૩૦૦ રૂપિયા છે. આવા સંજોગોમાં પ્રસાદના લાડુ ૪૨ રૂપિયે/કિલો કઈ રીતે બની શકે?
આ અંગે ‘ડીબી ગોલ્ડે’ તપાસ કરી તો જાણવા મળ્યું કે હલકી સામગ્રીનો ઉપયોગ કરીએ તો પણ ૫૬ રૂ./કિલો કરતા સસ્તા લાડુ બની શકે નહીં. તો પછી, લાડુના નામે શું બની રહ્યું છે?
ભદ્ર વિસ્તારના મજૂર મહાજન કચેરીની પાછળ આવેલા વસંતચોક ના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં શ્રદ્ધાળુઓની આજે હકડેઠઠ ભીડ જામશે. શિરસ્તા પ્રમાણે ભકતો મંદિરની નજીક ઉભા રહેતા લોકો પાસેથી લાડુ ખરીદશે પરંતુ, ભાગ્યે જ કોઈ શ્રદ્ધાળુઓએ તે જાણવાનો પ્રયત્ન સુદ્ધાં કર્યો હશે કે આ લાડુ કઈ રીતે બને છે? ક્યાંક આ લાડુમાં ઘીની જગ્યાએ અન્ય કોઈ તૈલી પદાર્થ તો નથી વપરાતો ને?
પવારના રાજમાં જ્યાં ખાંડ ૪૪ રૂપિયે કિલો થઈ છે ત્યારે ભગવાનને ધરવામાં આવતા આ લાડુ ૪૨ રૂપિયે કિલો જથ્થાબંધ વેપારીને કઈ રીતે મળે? શકય છે તમે ૪૨ રૂપિયાના કિલો લાડુ પાછળ બમણા રૂપિયા એટલે કે ૮૫ રૂપિયા ખર્ચતા હશો. આ ખર્ચ પાછળની તમારી ભાવના ઉદાત્ત હશે પરંતુ, સસ્તા ભાવે લાડુ ઉપલબ્ધ કરાવનારા લોકોની ભાવના પણ શું તમારા જેટલી ધાર્મિક હશે?
ભક્તોની રાહ જોતા ૧૪૦૦ કિલો લાડુ બિન-આરોગ્યપ્રદ છે?
ગણપતિજીને ધરાવવામાં આવતા લાડુમાં મોટા પાયે ભેળસેળ થતી હોવાની શંકા જતાં ‘ડીબી ગોલ્ડ’ની ટીમે રૂબરૂ જઈને તપાસ હાથ ધરી તો ચોંકાવનારી વિગતો બહાર આવી અને શ્રદ્ધાની આડમા ચાલતી સ્વાસ્થ્ય સાથેની રમતનો પર્દાફાશ થયો.
લાડુના વેપારીઓ માથા...
|
|
More on Entertainment:
આકાશમાં ઊડો, સરોવરમાં તરો
DVSUR25490 | 9/7/2010 12:00:00 AM | Author : Bhaskar News, Surat
વિડિયો પાઈરસી રોકવા માટે રાજ્ય માટે એન્ટી-પાઈરસી સ્ક્વોડ
DVMUM9786 | 9/5/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai
ગોધરાકાંડના કેસનું ભારણ હોવાથી સીટ તપાસ નહીં કરે
DVAHM68312 | 9/4/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad
સ્વર્ણિમ નવરાત્રી માટે પાંચ કરોડનો ખર્ચ થશે
DVAHM68314 | 9/4/2010 12:00:00 AM | Author : Gautam Purohit, Gandhinagar




