દીકરીની ટકોરે LLBમાં નવ ગોલ્ડમેડલ અપાવ્યા
૫૧ વર્ષની ઉમરે ડો. વિદુલા બાવીશીએ ઇતિહાસ રચ્યો
‘ફેન્ટાસ્ટિક અનુભવ થઈ રહ્યો છે આજે મને! મને જીવનમાં ક્યારેય એવી અપેક્ષા ન હતી કે હું એલએલબીની પરીક્ષામાં નવ ગોલ્ડ મેડલ મેળવીશ. લો શાખામાં મેં આ સિદ્ધિ મેળવી છે, તેના માટે ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ડેન્ટલ સર્જન દીકરી રીનીની મીઠી ટકોર જવાબદાર છે.
થોડાંક વર્ષો પહેલાં અમદાવાદની ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતી દીકરી રીનીને અભ્યાસ માટે વહેલા ઉઠાડતી. તેમ છતાં તે વાંરવાર ઊઘી જતી હોવાથી તેને હું કડક સૂચના આપતી. જવાબમાં રીની કહેતી મમ્મી સવારે ઊઠીને ચા બનાવીને ફિલ્મફેર- ફેમિના જેવા મેગેઝિન વાંચવા સહેલાં છે, પરંતુ તું હવે ભણીને પરીક્ષા આપે તો તને ખરી માનુ.
બસ ! રીનીની આ જ ટકોરને મેં પડકારરૂપ ગણી એલએલબીનો અભ્યાસ શરૂ કર્યો અને હવે પરિણામ તમારી સામે છે.’ તેવી પ્રતિક્રિયા એલએલબીની ફાઈનલ પરીક્ષામાં નવ ગોલ્ડ મેડલ મેળવનારા ગાયનેકોલોજિસ્ટ ડો. વિદુલા મુકેશ બાવીશીએ વ્યકત કરી છે. ૫૧ વર્ષના આ ગાયનેકોલોજિસ્ટે લો શાખામાં સિદ્ધિ મેળવીને ઇતિહાસ રચ્યો છે. તેમને ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત પદવીદાન સમારોહમાં એલએલબી ફાઈનલની ડિગ્રી અને પદવી એનાયત કરાયાં હતાં.
શહેરના અગ્રણી ઇન્ફટિર્લિટી નિષ્ણાત અને તેમના ડોક્ટર પતિ મુકેશ બાવીશી અને તેમનો પરિવાર ડો. વિદુલાની સિદ્ધિથી ખૂબ જ આનંદિત છે. દિવસ દરમિયાન તેમના પર ફોન દ્વારા અભિનંદનની વર્ષા થઈ હતી. ડો. વિદુલા બાવીશીએ કહ્યું હતું કે,‘ રીનીની ટકોર બાદ મેં નવગુજરાત કોલેજ કેમ્પસ સ્થિત ડી.ટી. લો કોલેજમાં પ્રવેશ લીધો. પ્રથમ વર્ષમાં ડિસ્ટિંકશન આવતા લોની પરીક્ષામાં ઓછામાં ઓછો એક ગોલ્ડ મેડલ આવશે તેવો આત્મ વિશ્વાસ વઘ્યો હતો. જો કે એક સાથે નવ-નવ...
|
|
More on Entertainment:
આકાશમાં ઊડો, સરોવરમાં તરો
DVSUR25490 | 9/7/2010 12:00:00 AM | Author : Bhaskar News, Surat
વિડિયો પાઈરસી રોકવા માટે રાજ્ય માટે એન્ટી-પાઈરસી સ્ક્વોડ
DVMUM9786 | 9/5/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai
ગોધરાકાંડના કેસનું ભારણ હોવાથી સીટ તપાસ નહીં કરે
DVAHM68312 | 9/4/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad
સ્વર્ણિમ નવરાત્રી માટે પાંચ કરોડનો ખર્ચ થશે
DVAHM68314 | 9/4/2010 12:00:00 AM | Author : Gautam Purohit, Gandhinagar




