You are here: Home >> Gujarati News & Features >> Top News

ગામ આખાનો વહીવટ માથે લઇ ફરતા ભાજપની જ ઓફિસ નથી

DVSUR20059 | 2/9/2010 | Author : Virang Bhatt, Surat


આખા શહેરનો વિકાસ કરવાની જવાબદારી પ્રજાએ જેમને આપી છે તેમની પાસે પોતાની કહેવાય તેવી ઓફિસ પણ નથી. અહીં વાત થઇ રહી છે શહેરની ભારતીય જનતા પાર્ટીની જેની પાસે પોતાની કહેવાય તેવી પાર્ટીની ઓફિસ પણ નથી. હાલ રૂસ્તમપુરાની જે ઓફિસ છે તેના ટ્રસ્ટીઓમાંથી ૫૦ ટકા મહાગુજરાત જનતા પાર્ટીના છે અને બાકીના ૫૦ ટકા ભાજપમાં સક્રિય નથી.

સૂત્રોએ જણાવ્યા અનુસાર ભાજપની પાર્ટી ઓફિસ વર્ષ ૧૯૮૯ સુધી ગોપીપુરા કાજીના મેદાન પાસે ચાલતી હતી. હાલ ત્યાં મહાગુજરાત જનતા પાર્ટીની ઓફિસ છે. તે સમયે ચૂંટણીનું વર્ષ હોવાથી મોટી ઓફિસની જરૂર હતી. પાર્ટીના નેતાઓએ થોડા સમય માટે રૂસ્તમપુરાના એક મકાન (હાલ જ્યાં ઓફિસ છે)માં ચૂંટણી પૂરતી ઓફિસ ખસેડી હતી. ખરેખર આ મકાન શ્રી દીનદયાળ સ્મતિ ટ્રસ્ટના નામે ભાજપના નેતાઓએ જ સામાજિક પ્રવત્તિ કરવા માટે ખરીદયું હતું.

આ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી હાલ ભાજપમાં હાંસિયામાં ધકેલાઇ ગયેલા માજી કેન્દ્રીય વસ્ત્રમંત્રી કાશીરામ રાણા છે. બીજા ટ્રસ્ટી સંઘના અગ્રણી ચંપકભાઈ સુખડિયા છે. મજાની વાત એ છે કે બીજા બે ટ્રસ્ટીઓ ફકીરભાઈ ચૌહાણ અને અરવિંદ રાણા હવે ભાજપ છોડીને મહાગુજરાત જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હવે રૂસ્તમપુરાની ઓફિસે કયારેય જતા નથી. ટ્રસ્ટની તમામ બેઠકો ટ્રસ્ટ દ્વારા રાંદેર રોડ ખાતે ચલાવાતી ડી.આર. રાણા હાઇસ્કૂલ ખાતે જ યોજાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ શહેર ભાજપ પ્રમુખપદે નિમાયેલા પૂણેર્શ મોદીએ વર્ષોથી ખરાબ હાલતમાં ચાલી રહેલી રૂસ્તમપુરાની પાર્ટી ઓફિસની દશા સુધારવા માટે રિનોવેશનનું કામ શરૂ કરાવ્યું છે. આ અંગે પૂછતા શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટી ફકીરભાઇ ચૌહાણે કહ્યું હતું કે જો ભાજપના નેતાઓમાં નૈતિકતા હોય તો તેમણે રૂસ્તમપુરા...

More on Entertainment:

આકાશમાં ઊડો, સરોવરમાં તરો
DVSUR25490 | 9/7/2010 12:00:00 AM | Author : Bhaskar News, Surat

૬ ટૂરિસ્ટ પોઇન્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે, ઉપરાંત ખાનગી મૂડીરોકાણથી હિલસ્ટેશનને વિકસાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈ ખાતે રોડ-શો યોજીને ઇન્વેસ્ટર્સને આકર્ષવામાં આવ્યા હતા. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટ

વિડિયો પાઈરસી રોકવા માટે રાજ્ય માટે એન્ટી-પાઈરસી સ્ક્વોડ
DVMUM9786 | 9/5/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai

ગૃહપ્રધાન આર. આર. પાટીલે પાઈરસીને નાથવા માટે રાજ્ય સરકાર તરફથી જોઈતું દરેક પીઠબળ આપવની ખાતરી આપી હતી વિડિયો પાઈરસીને રોકવા માટે હવે રાજ્યભરમાં એન્ટી પાઈરસી સ્ક્વોડ સ્થાપવામાં આવશે. સમાજસેવા શાખા અને એલાયન્સ અગેઈન્સ્ટ કોપીરાઈટ થેફટ (એએસીટી) સંયુક્ત

ગોધરાકાંડના કેસનું ભારણ હોવાથી સીટ તપાસ નહીં કરે
DVAHM68312 | 9/4/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad

ગોધરાકાંડના કેસોનું ભારણ હોવાથી તેઓ હાલના તબક્કે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસનું ભારણ લઇ શકે તેમ નહીં હોવાની રજૂઆત સીટ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. ખંડપીઠે કરેલા હુકમનું પુન: મુલ્યાંકન કરવાની અરજીમાં સુપ્રીમ કોર્ટમાં પણ આવી અરજી પડતર હોવા

સ્વર્ણિમ નવરાત્રી માટે પાંચ કરોડનો ખર્ચ થશે
DVAHM68314 | 9/4/2010 12:00:00 AM | Author : Gautam Purohit, Gandhinagar

આ વર્ષે નવરાત્રી મહોત્સવ પાછળ રાજ્ય સરકાર પાંચ કરોડનો ખર્ચ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા નહીં નડે તો ‘સ્વર્ણિમ નવરાત્રી મહોત્સવ’ ગાંધીનગર ખાતેના હેલીપેડ ગ્રાઉન્ડ પર યોજવાનું નક્કી કરાયું છે. આ મહોત્સવમાં પ્રથમ વખત બ્રાન્ડ એમ્બેસેડર અમિ